News Portal...

Breaking News :

દુષ્કર્મ કેસમાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહને ગૃહવિભાગનું સીધુ રક્ષણ?

2025-03-21 15:37:50
દુષ્કર્મ કેસમાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહને ગૃહવિભાગનું સીધુ રક્ષણ?


ગાંધીનગર : ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી ગજેન્દ્રસિંહ પરમારને ગૃહવિભાગનું સીધુ રક્ષણ હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી નથી. 


ત્યારે પીડિત મહિલાને ગુરૂવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે. જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પરંતુ, પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઇને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેતા તેણે તેમજ તેના ડ્રાઇવરે મારામારી કરીને હતી અને કારમાં નાસી ગયા હતા. પરંતુ, મહિલાએ પીછો કરતા  હાઇવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલાને ઇજા પહોંચી હતી.  બીજી તરફ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.



આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દુષ્કર્મના ફરાર આરોપી ભાજપના પ્રાંંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં હોવાની જાણ ફરિયાદી મહિલાને થઇ હતી. જેથી તે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં ગજેન્દ્રસિંહ હોવાની ખાતરી થતા તેણે 17 જેટલા કોલ  પોલીસ કંટ્રોલરૂમમાં કર્યા હતા. પરંતુ, બે કલાકથી વધારે સમય પસાર થવા છતાંય, પોલીસ ન આવતા મહિલાએ જાતે  ફાર્મ હાઉસમાં જઇને ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. આ સમયે તેણે મહિલાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગજેન્દ્રસિંહના ડ્રાઇવર સંજય ઝાલાએ મહિલાને માથામાં લાકડી મારી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલા એક વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો.

Reporter: admin

Related Post