News Portal...

Breaking News :

યોગેશ કાકાને અંતિમ વિદાય: વડોદરામાં જનસાગર ઉમટી પડ્યો, હજારો લોકોની ભીની આંખે શ્રદ્ધાંજલિ

2026-06-04 12:56:15
યોગેશ કાકાને અંતિમ વિદાય: વડોદરામાં જનસાગર ઉમટી પડ્યો, હજારો લોકોની ભીની આંખે શ્રદ્ધાંજલિ


યોગેશ કાકાને અંતિમ વિદાય: વડોદરામાં જનસાગર ઉમટી પડ્યો, હજારો લોકોની ભીની આંખે શ્રદ્ધાંજલિ

વડોદરા શહેરના લોકપ્રિય ધારાસભ્ય અને લોકનેતા તરીકે ઓળખાતા યોગેશ કાકાના નિધન બાદ આજે તેમને અંતિમ વિદાય આપવા માટે જનસાગર ઉમટી પડ્યો હતો. અંતિમ દર્શન અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, રાજકીય આગેવાનો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી.યોગેશ કાકાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તેમના ચાહકો, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય આગેવાનો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી નેતાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.એક પ્રતિભાવરૂપે જણાવાયું કે,“યોગેશ કાકાએ પોતાના જાહેર જીવનમાં લોકોના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કર્યો હતો અને તેથી જ આજે તેમના અંતિમ દર્શન માટે લોકમેદની ઉમટી પડી છે.”અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. લોકો દ્વારા “હર હર મહાદેવ” અને શ્રદ્ધાંજલિના નારા લગાવવામાં આવ્યા હતા. જનતાના નેતા તરીકે ઓળખાતા યોગેશ કાકાને આજે હજારો લોકોએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

Reporter: admin

Related Post