વારાણસી: શનિવારે રાત્રે વારાણસીમાં પદ્મશ્રી શિવાનંદ બાબાનું અવસાન ખરાબ તબિયતને કારણેથયું હતું.
તેમને ૩ દિવસ માટે BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમના પાર્થિવ દેહને મોડી રાત્રે દુર્ગા કુંડ સ્થિત આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. શિવાનંદ બાબાના અંતિમ સંસ્કાર આજે રવિવારે હરિશ્ચંદ્ર ઘાટ પર કરવામાં આવશે યોગ ગુરુ શિવાનંદ બાબાને 2022માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં.
તેઓને સ્વામી શિવાનંદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, તે ભારતના યોગ શિક્ષક હતાં, જેમણે બ્રિટિશ ભારતનાં બંગાળ પ્રેસિડેન્સીના સિલ્હેટ જિલ્લામાં 8 ઓગસ્ટ 1896 (અચકાસાયેલ) નાં રોજ જન્મ્યા હોવાનો દાવો કર્યો છે. 21 માર્ચ 2022 ના રોજ, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
Reporter: admin







