દિલ્હી : તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં રેલ્વે ટ્રેક પર ઉત્તરપ્રદેશની મહિલાએ કાર ચલાવતા અફરાતફરી મચી ગઈ હતી. તેણે રેલ્વે ટ્રેક પર કેટલાક કિલોમીટર સુધી કાર દોડાવતા પોલીસ અને રેલ્વે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના કારણે ૧૪થી ૧૫ ટ્રેનને અસર પડી હતી.

કેટલીય ટ્રેનો તેના કારણે સસ્પેન્ડ કરવી પડી હતી તો કેટલીય ટ્રેનોનો ટ્રેક બદલવામાં આવ્યો હતો. મહિલા દ્વારા રેલ્વે ટ્રેક પર કાર ચલાવવાનો ૧૪ સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના રંગારેડી જિલ્લામાં શંકરપલ્લીની પાસેની છે. તેમા સ્પષ્ટ દેખાય છે કે મહિલા તેની કારને રેલ્વે ટ્રેક પર સડસડાટ દોડાવી રહી છે.આ કેસ સાથે જોડાયેલા અન્ય વિડીયો પણ વાઇરલ થયા છે. તેમા સ્થાનિકો, રેલ્વે કર્મચારીઓ અને પોલીસને મહિલાને કારથી બહાર લાવવામાં સંઘર્ષ કરતી જોઈ શકાય છે. મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે ૨૦થી વધુ લોકોની જરૂર પડી હતી.
મહિલાના અન્ય વિડીયોમાં દેખાય છે કે ભીડે તેને કારની બહાર કાઢી છે અને તેના હાથ બાંધી દીધા છે. મહિલા બૂમો પાડી રહી છે કે મારા હાથ ખોલો. રેલ્વે પોલીસના પોલીસ એસપી ચંદના દિપ્તીએ જણાવ્યું હતું કે મહિલા અત્યંત આક્રમક હતી અને માનસિક રીતે પરેશાન લાગતી હતી. મહિલાની પ્રારંભિક તપાસથી ખબર પડી છેક ે તે ઉત્તરપ્રદેશની વતની છે અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહી છે. મહિલાનું પાન કાર્ડ અને લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું છે. હવે તે શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છ કે શું તે આત્મહત્યાનો પ્રયત્ન કરવા જઈ રહી હતી. મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે.
Reporter: admin