IMA વડોદરા તથા છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. ના સહયોગ થી યોજાયેલા આ કાર્યકમમાં વડોદરા તથા વડોદરા બહારથી પણ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા ૨૧ વર્ષ થી વાઇલ્ડ લાઇફ માટે કરતી સંસ્થા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની સેવાઓ અવિરત ચાલી રહી છે. સાંપ, મગર અને પ્રાણીઓ માટે કાર્ય કરતી આ સંસ્થાનાં કાર્યકરો ખડેપગે સેવા કરવા હાજર હોય છે. આજે આશરે ૨૫૦ જેટલા કાર્યકરોનું સન્માન કરવામાં આવેલ હતું. કાર્યકરોનું સન્માન મુખ્ય અતિથિઓ નેશનલ પ્રેસિડેન્ટ IMA MSN HQ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરાના પ્રેસિડેન્ટ ડો. મિતેશ શાહ, સેક્રેટરી, IMA, વડોદરા ના ડો. મેહુલ દેસાઈ, તથા IMA ના હોદ્દેદારો, છત્રપતિ શિવાજી બેંકના ચેરમેન ગૌરવ પવલે, સામાજિક કાર્યકર મૂકી, પિન્ટલ રામી, શ્રદ્ધા ગાવડે ના હસ્તે કરવામાં આવેલ હતું.

દિવસ રાત જોયા વગર કાર્યકરો રેસ્ક્યૂ કરે છે અને દર ઉતરાયણ પર્વ પર લગતા સંસ્થાના કેમ્પસ પર હાજર રહી ફરજ બજાવે છે અને પક્ષીઓની સેવાઓ કરે છે. તેમની આ અમૂલ્ય સેવાઓને બિરદાવવા માટે આ સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો.

Reporter: admin







