News Portal...

Breaking News :

શ્રાધ્ધમાં કાગડાને કેમ કાગવાશ નાખવામાં આવે છે?

2024-09-23 12:27:32
શ્રાધ્ધમાં કાગડાને કેમ કાગવાશ નાખવામાં આવે છે?


શ્રાધ્ધમાં કાગડાને ખીરનું ભોજન ઉત્તમ ગણાય છે. શાસ્ત્રોએ કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણે છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે. 


જોકે દર મહિનાની અમાસ તિથિએ પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે પરંતુ પિતૃપક્ષના 15 કે 16 દિવસોમાં શ્રાદ્ધકર્મ, પિંડદાન અને તર્પણ કરવાનું વધુ મહત્વ માનવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર કોઈને કોઈક રૂપમાં પોતાના પરિજનોની વચચે રહેવા માટે આવે છેશ્રાધ્ધ 'માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ :'ની ભાવનાને ઉજાગર કરતું પર્વ છે. મા-બાપનું જીવનમાં મોટું ઋણ છે. તેનું સ્મરણ કરી એક અંજલિ આપવાનું પર્વ છે. આ એક પિતૃયજ્ઞા છે શ્રાધ્ધ કરવા પાછળનો એક ઉદ્દેશ છે કે આપણા પર જે ઋણ છે તેનું કૃતજ્ઞાતાપૂર્વક સ્મરણ કરીને તેમને તર્પણ કરવું શ્રાધ્ધ અને કાગવાસ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે. બ્રમ પુરાણમાં પ્રતિપ્રદા( એકમ) થી લઈ 'અમાસ સુધી શ્રાધ્ધ કરવાના જુદા જુદા ફળ બતાવ્યા છે.પિતૃપક્ષ માટે ત્રીવેણી સંગમમાં બે સ્થળ ઘણા પ્રચલિત છે. બિહારમાં ગયા શ્રાધ્ધ અને માતૃપક્ષ માટે સિધ્ધપુર પ્રખ્યાત છે. ભગવાન રામે તથા સીતાજીએ વનવાસ દરમ્યાન પિતા દશરથ રાજાનું શ્રાધ્ધ કર્યાનો ઉલ્લેખ છે. પાંડવોએ પણ યુદ્ધ વિરામ પછી શ્રાધ્ધ કર્યાનો ઉલ્લેખ છે.કાગડો શ્રાધ્ધ, પક્ષમાં સંદેશા વાહક તરીકે કામ કરે છે. માન્યતા મુજબ શ્રાદ્ધથી પિતૃઓ તૃપ્ત થાય છે. 


કાગડો કુદરતનો પરોક્ષ સેવક છે. સફાઈ કરે છે માનવ વસ્તીએ જે ગંદકી કરી છે એઠવાડ આરોગી સડો અટકાવે છે. કાગડા એના ગુરૂ કાક ભુસુંડીજીને ભગવાન સાથે તાર્કીક દલીલો કરી કાગડાઓને ભાદરવા માસમાં કાગવાસ સ્વરૂપે સારૂ ભોજન મળશે તેવા આશીર્વાદ પાઠવે છે એટલે માનવો કાગડાને ખીર દુધપાક, પુરી ભજીયા નાખે છે. કાગડો આખું વર્ષ પર્યાવરણ જાળવવામાં મદદ કરે છે. શ્રાધ્ધ તર્પણથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાધ્ધ કરનારને મન વાંછિત ફળ આપે છે.શ્રાધ્ધમાં કાગડાને ખીરનું ભોજન ઉત્તમ ગણાય છે. શાસ્ત્રોએ કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણે છે. ભગવદ્ ગો મંડલ કોશ મુજબ કાગવાસ એટલે શ્રાધ્ધને દિવસે પિતૃનિમિત્તે કાગડાને આપવામાં આવતો. બલિ- અન્ન કાગડાઓ કયારે ચહેરો ભૂલી જતા નથી તે બુધ્ધિ પક્ષી છે. તેની યાદ શક્તિ બહુ લાંબી છે. શ્રાધ્ધ સાથે સંકળાયેલ નરસિંહ મહેતાનો પ્રસંગ ૫૫૬ વર્ષનો પ્રસંગ જાણીતો છે. ભગવાન દ્વારકાધિશે શ્રાધ્ધમાં નરસિંહને ખુબ મદદ કરી ભવ્ય રીતે શ્રાધ્ધ પર્વ ઉજવ્યું હતું. ભડલીનું એક શ્લોગન (કાવ્ય) છે.રાતે બોલે કાગડા,દીના બૌલે શિયાળ, તો ભડલી એમ કહે નિશ્ચિત પડશે દુકાળ.કાગડાનું સમુહ જીવન છે એ એકલો ખાતો નથી. બધાને કાકા કા કરીને બોલાવે છે.આખુ વરસ ઉપેક્ષીત અને તિરસ્કૃત કાળા કાગડા શ્રાધ્ધપક્ષમાં બધાને વ્હાલા લાગે છે.

Reporter: admin

Related Post