News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં કાયમી હોર્ડિંગ્સની શું ફિટનેસ છે ખરી..?

2025-05-06 13:41:44
વડોદરા શહેરમાં કાયમી હોર્ડિંગ્સની શું ફિટનેસ છે ખરી..?


વડોદરા : ગત રોજ મોડી સાંજે વડોદરા શહેર અને જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેને લઈને વડોદરા શહેરમાં 3 લોકોના મોત થયાં હતાં અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી હતી ત્યારે વડોદરા શહેરમાં કાયમી હોર્ડિંગ્સની શું ફિટનેસ છે ખરી....??



જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને વડોદરા શહેરમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો સાથે વડોદરા શહેરમાં પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં લગાવેલ પરમેનેન્ટ હોલ્ડિંગ ની ફિટનેસ પાલિકા તંત્ર દ્વારા ચેક કરવામાં આવી રહી છે ખરી કે પછી રામ ભરોસે તંત્ર ચાલી રહ્યો છે. 


વડોદરા શહેર કારેલીબાગ વિસ્તાર મુક્તાનંદ પાસે તોતિંગ હોલ્ડિંગ ની ભરમાર જોવા મળી રહી છે ત્યારે જો આ હોલ્ડિંગ પડે અને નીચે લગાવેલ સ્ટોલમાં રહેલા માણસોને ઈજા પહોંચે તો શું પાલિકા તંત્ર ઘટનાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ગતરોજ પડેલા વરસાદ અને પવન ને લઈને વડોદરા શહેરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે તો શું પાલિકા તંત્ર હોડિંગ પડવાની ઘટના ની રાહ જોઈ રહ્યું છે.

Reporter: admin

Related Post