News Portal...

Breaking News :

અંધભક્તો જાગો ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી પોતાને અતિવિદ્વાન સમજે છે.હકિકત તદ્દન વિપરીત છે. બધા જાણે છે કે આ પૂર પાલિકા સર્જીત-માનવ સર્જીત છે

2024-09-11 00:46:59
અંધભક્તો જાગો       ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી પોતાને અતિવિદ્વાન સમજે છે.હકિકત તદ્દન વિપરીત છે. બધા જાણે છે કે આ પૂર પાલિકા સર્જીત-માનવ સર્જીત છે




    *ચેરમેન હવે લોકોને પોતાના ઘરમાં સોસાયટીમાં તારાપા- દોરડા- ટ્યુબ રાખવાની વણમાંગી સલાહ આપી રહ્યા છે !*
    *અત્યારે જે પણ આયોજન થઈ રહ્યા છે તે લોંગ ટર્મનાં છે.જેથી હજી પાંચ વર્ષ સુધી લોકોએ આજ તકલીફ ભોગવવાની તૈયારી રાખવાની છે.માનસિક રીતે તૈયાર રહો.તંત્ર પાસે બહુ આશા રાખવી નહી.*
   *થોડા વખત પછી એવી સલાહ મળશે કે ચોમાસામાં વડોદરા છોડીને અન્ય શહેરમાં ઉંચાણવાળાભાગમાં,સલામત જગ્યાએ જઈને રહેવું.*
  


વખતોવખતનાં ટીડીઓ, ડે.મ્યુનિસિપલ કમિશ્નર,મ્યુ.કમિશ્નરે જ ભ્રષ્ટાચાર આચરીને, તગડી રકમો બિલ્ડરો પાસેથી મેળવીને આડેધડ મંજૂરીઓ આપી છે.વિશ્વામિત્રી નદીનાં પટમાં અપાયેલી મંજૂરીઓ કોણે આપી-અપાવી છે તેની તપાસ થવી જોઈએ.આ પૂર માટે જવાબદાર કોણ,તેની તપાસ થવી જોઈએ.SIT નીમીને, રીપોર્ટ બનાવીને જવાબદાર અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. જે ઘરભેગા થઈ ગયા છે તેમને જેલભેગા કરવા જોઈએ.નેતાઓ-પદાધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે.*

  


ખાનગી દબાણો તોડવા ન પડે તે માટે હોદ્દેદારો વિશ્વામિત્રીને ડાઇવર્ટ કરવાનાં ચક્કરમાં છે.જેથી પોતાનાં મળતિયાઓને બચાવી શકાય. હવે બહુ થયું,ભોળી જનતાને વધારે મુર્ખ બનાવવાનું બંધ કરો.ગાંધીનગર કે દિલ્હીનાં બહુરુપીયા નેતાઓનાં ચક્કરમાં આવશો નહી.તેમનાં વચન-વાયદા-ગેરેન્ટીથી ભરમાશો નહી.વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના ચક્કરમાં 'ગાયકવાડી વડોદરા'ની પણ ઓળખ ગુમાવી. ૩૦ વર્ષનાં શાસનમાં આ બહુરુપિયા નેતાઓએ વડોદરાનાં રંગરુપ બદલી નાંખ્યા !! દરેક પૂરમાં ભોગ બનેલો પરિવાર ,૧૦ વર્ષ પાછળ ધકેલાય છે.બધાનો આભાર માની, દરેકને હવે યેનકેન ઘરભેગા કરો.દરેક નેતાઓ-હોદ્દેદારોનાં કરતૂતો, કૌભાંડો ખુલ્લા કરો.તમામ પ્રોજેક્ટોનું ફોરેન્સિક ઓડિટ કરાવો.વડોદરાનાં આ નેતાઓએ બોડીબામણીનું ખેતર સમજી લીધું છે.જે આવે તે પોતાની તિજોરીઓ ભરવામાં પડ્યા છે.*

Reporter: admin

Related Post