News Portal...

Breaking News :

વિશ્વામિત્રીને ગંદી કરશો તો હવે બચવું મુશ્કેલ, VMC 13 સ્થળોએ CCTVથી રાખશે 24 કલાક નજર

2026-06-27 13:40:25
વિશ્વામિત્રીને ગંદી કરશો તો હવે બચવું મુશ્કેલ, VMC 13 સ્થળોએ CCTVથી રાખશે 24 કલાક નજર

વડોદરા: શહેરની જીવનદોરી ગણાતી વિશ્વામિત્રી નદીને પ્રદૂષણથી બચાવવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (VMC) કડક કાર્યવાહી શરૂ કરી છે. નદીમાં ગેરકાયદેસર રીતે કચરો ફેંકવાની વધતી ઘટનાઓને અટકાવવા માટે હવે નદી કિનારે અને પુલોની આસપાસ CCTV કેમેરા દ્વારા 24 કલાક નજર રાખવામાં આવશે.

કોર્પોરેશને વિશ્વામિત્રી નદીના એવા 13 મુખ્ય સ્થળોની ઓળખ કરી છે, જ્યાં સૌથી વધુ પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે. આગામી 15 દિવસમાં આ તમામ સ્થળોએ હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવશે અને સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવશે.

VMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, નદીમાં પ્લાસ્ટિક, ઘન કચરો અથવા અન્ય કોઈપણ પ્રકારનો કચરો ગેરકાયદેસર રીતે ફેંકતા વ્યક્તિ, વાહનચાલક અથવા સંસ્થા કેમેરામાં કેદ થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ પણ ફટકારવામાં આવશે.


વિશ્વામિત્રી નદીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી હાથ ધરાયેલું આ અભિયાન શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સતત દેખરેખ અને કડક અમલવારીથી નદીમાં કચરો ઠાલવવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવી કોર્પોરેશનને આશા છે.

VMCનું કહેવું છે કે હવે વિશ્વામિત્રીને ગંદી કરનારાઓ માટે બચવું મુશ્કેલ બનશે. કેમેરાની નજર હેઠળ દરેક હિલચાલ પર નજર રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદાનો ચાબુક વીંઝાશે.

Reporter: admin

Related Post