વડોદરા : ડભોઇ તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાયા બાદ આજે 25મી જૂનના રોજ ડભોઇ કોમર્સ કોલેજ ખાતે મત ગણતરીનો ચૂંટણી અધિકારીઓ રૂબરૂ શાંતિમય રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સવારથી જ ઉત્સાહપૂર્વક માહોલ વચ્ચે વિજેતા સરપંચો ના પરિણામો આવતા વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા જો જીતા વહી સિકંદર જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઇ તાલુકાની 23 પંચાયતોની સામાન્ય અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી બાદ આજે ડભોઇ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીઓની રૂબરૂમાં મત ગણતરી કરવામાં આવી હતી જેમાં પણસોલી ગામેથી હર્ષિલકુમાર અશ્વિનભાઈ પટેલ 821 બહુમતીથી વિજેતા થયા. તેમજ કરનેટ ગ્રામ પંચાયત માંથી સ્વેતલબેન અજય કુમાર ભાટિયા રસાકસી વચ્ચે 920 જંગી મતોથી વિજય થયા હતા. જ્યારે દિવાળીપુરા થી નીલોફર બેન મોહસીનભાઈ પટેલ 405 જંગી બહુમતીથી ચૂંટાયા તેઓ 45 વર્ષોથી પરિવારમાંથી સરપંચ પદે ચૂંટાઈ આવતા હોય છે.

અકોટી ગામેથી હેતલબેન બારીયા 248 મતોથી વિજય બન્યા હતા. કજા પૂર ગામેથી ભરતભાઈ કાલિદાસ પરમાર 195 મતો વિજય થયા હતા. મેનપુરા ગામેથી વિશાંતભાઈ નરેન્દ્રભાઈ પટેલ 164 મતો વિજય થયા હતા. પુનિયાદ ગામેથી સુમિત્રાબેન રણછોડભાઈ વસાવા 534 મતો થી વિજય થયા હતા. પોતાના માનીતા સરપંચો વિજય થતા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધામધૂમથી અને આતશબાજી સાથે રંગે ચંગે વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા. જ્યારે ડભોઇ તાલુકાની 5 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી.ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી દરમિયાન અનુલક્ષી તંત્ર તકેદારી રાખી ખડે પગે સજ્જ રહ્યું હતું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોની મત ગણતરી બાદ સરપંચો તરીકે વિજેતા થતા ત્યારે જો જીતા વહી સિકંદર બન્યા હતા.


Reporter: admin