News Portal...

Breaking News :

રસ્તા પર આવશે સ્માર્ટ ક્રાંતિ: વાહનો એકબીજાને આપશે અકસ્માતની ચેતવણી

2026-06-14 10:54:08
રસ્તા પર આવશે સ્માર્ટ ક્રાંતિ: વાહનો એકબીજાને આપશે અકસ્માતની ચેતવણી


  • રસ્તા પર આવશે સ્માર્ટ ક્રાંતિ: વાહનો એકબીજાને આપશે અકસ્માતની ચેતવણી
  • ભારતમાં માર્ગ સુરક્ષા અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કનેક્ટેડ વ્હીકલ્સ અને સ્માર્ટ મોબિલિટી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) અને વ્હીકલ-ટુ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર (V2I) કમ્યુનિકેશન માટે જરૂરી સ્પેક્ટ્રમને લાઇસન્સ-ફ્રી જાહેર કર્યું છે. આ નિર્ણયથી ભવિષ્યમાં વાહનો એકબીજા સાથે ‘વાતચીત’ કરી શકશે અને અકસ્માતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે.સરકારે 5.875 થી 5.905 ગીગાહર્ટ્ઝ વચ્ચેના 30 MHz સ્પેક્ટ્રમનો એક ભાગ ખાસ વાહન સંચાર માટે ફાળવ્યો છે. નવા નિયમો હેઠળ આ ટેક્નોલોજી માટે વપરાતા ઓન-બોર્ડ યુનિટ્સને લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં, જેના કારણે તેનો અમલ વધુ સરળ અને ઝડપી બનશે.કલ્પના કરો કે તમારી કારથી થોડા કિલોમીટર આગળ અકસ્માત થયો હોય, કોઈ વાહન અચાનક ઇમરજન્સી બ્રેક મારી રહ્યું હોય અથવા ટ્રાફિક જામ લાગ્યો હોય. 

    આવી સ્થિતિમાં તમારી કારને અગાઉથી જ એલર્ટ મળી જશે. પરિણામે ડ્રાઇવર સમયસર નિર્ણય લઈ શકશે અને અકસ્માતનું જોખમ ઘટશે.V2V એટલે કે Vehicle-to-Vehicle ટેક્નોલોજીમાં વાહનો એકબીજાની સ્પીડ, દિશા, બ્રેકિંગ અને રોડની સ્થિતિ અંગેની માહિતી રિયલ-ટાઇમમાં શેર કરે છે. જ્યારે V2I એટલે કે Vehicle-to-Infrastructure ટેક્નોલોજી દ્વારા વાહનો ટ્રાફિક સિગ્નલ, ટોલ પ્લાઝા, રોડસાઇડ સેન્સર્સ અને અન્ય સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સીધા જોડાઈ શકે છે.આ ટેક્નોલોજીના કારણે ડ્રાઇવરને તેની નજરની બહાર રહેલા જોખમો અંગે પણ અગાઉથી ચેતવણી મળી શકશે. તેમાં ઇમરજન્સી બ્રેક એલર્ટ, આગળ અકસ્માતની માહિતી, પાછળથી ઝડપે આવતા વાહનની ચેતવણી અને રોડ પરના અન્ય જોખમોની જાણકારી સામેલ છે.ઓટોમોબાઇલ નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ભારતને સ્માર્ટ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા તરફ આગળ ધપાવશે. હાલમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે સહિત કેટલાક હાઇવે પર V2X ટેક્નોલોજીના પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી વર્ષોમાં ભારતીય રસ્તાઓ પર ચાલતા વાહનો એકબીજા સાથે સતત માહિતીની આપ-લે કરતા જોવા મળી શકે છે.સરકારના આ નિર્ણયને ભવિષ્યના ‘સ્માર્ટ હાઇવે’ અને ‘કનેક્ટેડ ઇન્ડિયા’ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

    Reporter: admin

    Related Post