News Portal...

Breaking News :

શોર્ટ્સ અને બનિયાનમાં મંદિરે પહોંચ્યો વરુણ ધવન, વીડિયો વાયરલ થતાં ટ્રોલિંગ શરૂ

2026-06-03 16:52:53
શોર્ટ્સ અને બનિયાનમાં મંદિરે પહોંચ્યો વરુણ ધવન, વીડિયો વાયરલ થતાં ટ્રોલિંગ શરૂ


શોર્ટ્સ અને બનિયાનમાં મંદિરે પહોંચ્યો વરુણ ધવન, વીડિયો વાયરલ થતાં ટ્રોલિંગ શરૂ

બોલિવૂડ એક્ટર વરુણ ધવન મુંબઈના એક મંદિરમાં શોર્ટ્સ અને સેન્ડો બનિયાન પહેરીને જોવા મળ્યો હતો. તે પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ પહેલાં મંદિર ખાતે આશીર્વાદ લેવા પહોંચ્યો હતો.મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે વરુણ ધવનના કપાળ પર તિલક લાગેલું જોવા મળ્યું હતું અને તેણે પેપરાઝીને સ્મિત સાથે પોઝ પણ આપ્યા હતા. જોકે, તેના પહેરવેશને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને ટ્રોલિંગ શરૂ થયું છે.વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે મંદિર જેવા પવિત્ર સ્થળે આવા કપડાં પહેરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તેને “મર્યાદા ન રાખવા” અંગે સલાહ આપી છે.ફેન્સે તેની સાથે સેલ્ફી પણ લીધી અને મંદિર બહાર પ્રસાદી વિતરણ કરતી વખતે તે જોવા મળ્યો હતો. તેમ છતાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તેના લુકને અયોગ્ય ગણાવ્યો છે અને કડક પ્રતિક્રિયા આપી છે.

Reporter: admin

Related Post