વડોદરા: શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં શનિવારે બપોરે ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ એક વ્યક્તિનો પીછો કરીને તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળી યુવકના ખભાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરિંગની માહિતી મળતાં વડોદરા શહેર તથા ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમે પણ સ્થળ પર પહોંચી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin







