News Portal...

Breaking News :

પહેલગામ આંતકી હુમલા બાદ વડોદરા પોલીસ એકશનમાં આવી

2025-04-24 13:55:35
પહેલગામ આંતકી હુમલા બાદ વડોદરા પોલીસ એકશનમાં આવી


વડોદરા:  પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે. શહેર પોલીસ કમિશ્નર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક છે. 


શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકીગ હાથ ધર્યું છે.કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન આપ્યું છે.હાલ શેક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિધાર્થીઓના ડેટા કલેક્ટ પોલીસ કરી રહી છે.


શહેરમાં આવેલ યાત્રીઓ અંગેની પણ પોલીસમાહિતી એકત્રિત કરી રહી છે. શહેરના નાગરિકોને કમિશ્નર દ્વારા અપીલ કરાઈ છે.સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી છે .

Reporter: admin

Related Post