News Portal...

Breaking News :

ફોનવાલે શોરૂમના 6 વર્ષ પૂર્ણ, ગ્રાહકો માટે 3 દિવસીય સ્પેશિયલ ઑફર્સની જાહેરાત

2026-08-05 09:48:06
ફોનવાલે શોરૂમના 6 વર્ષ પૂર્ણ, ગ્રાહકો માટે 3 દિવસીય સ્પેશિયલ ઑફર્સની જાહેરાત

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક આવેલા ફોનવાલે મોબાઇલ શોરૂમે સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે શોરૂમ દ્વારા ગ્રાહકો માટે ખાસ 3 દિવસીય સ્પેશિયલ ઑફર્સની જાહેરાત કરવામાં આવી છે.

શોરૂમના સંચાલકોએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષ દરમિયાન ગ્રાહકોએ દર્શાવેલા વિશ્વાસ અને સહકારને કારણે જ આ સફળતા પ્રાપ્ત થઈ છે. ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વિવિધ આકર્ષક ઑફર્સ અને ખાસ સ્કીમ્સ રજૂ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની ખરીદીમાં વિશેષ લાભ મળી શકે.

સંચાલકોએ જણાવ્યું કે આ સ્પેશિયલ ઑફર્સ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે અને વધુમાં વધુ ગ્રાહકો તેનો લાભ લઈ શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે શહેરના ગ્રાહકોને આ ત્રણ દિવસીય ઑફર્સનો લાભ લેવા અપીલ કરી છે.

Reporter: admin

Related Post