વડોદરા : તહેવારોને અંતે આધારકાર્ડ રેશન કાર્ડ લિંક કરવા માટે લોકોની ભીડ ઉમટી છે.
રોજના માત્ર 50 ટોકન સામે 200 થી વધુ લોકો લાઈનમાં ઉભા હોય છે.રોજ ના ધકા ખાવા પડે છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે . ફક્ત 2 સિસ્ટમ સામે લોકો 4 કલાક થી લાઈન ઊભા રહે છે. અસુવિધા માટે લોકો પરેશાન થયા છે.
ગુજરાત મોડેલને આગળ ધરી ચૂંટણી જીતનારા ગુજરાતની વાસ્તવિકતા કંઇ ઓર..સરકારી યોજનાઓમાં મોદીજીના ડીઝીટલ ઈન્ડીયાના ધજાગરા ઉડ્યા છે.નર્મદા ભવનની પાછળ કેવાયસીની પ્રક્રીયા માટે માત્ર બે જ કોમ્પ્યુટરની મદદથી કામગીરીથી ધરમના ધક્કા ખાતા સિનિયર સિટીઝનોમાં આક્રોશ છે.
Reporter: admin