News Portal...

Breaking News :

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ

2026-09-02 15:17:18
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2025-26ના હિસાબને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહેકમ અને પંચાયત શાખા દ્વારા રજૂ કરવામાં આવેલી નવી દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

બંને શાખાઓ માટે નવા કમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

બેઠક દરમિયાન વડોદરામાં આગામી સમયમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કારોબારી સમિતિની બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વહીવટી મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post