News Portal...

Breaking News :

વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી વિરાજ સલૂનના સંચાલકે જીવન ટૂંકાવ્યું

2026-08-04 16:13:24
વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી વિરાજ સલૂનના સંચાલકે જીવન ટૂંકાવ્યું

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા તળાવમાં કૂદી વિરાજ સલૂનના સંચાલકે જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક આવેલી વિરાજ સલૂનના સંચાલક આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. બનાવની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દંતેશ્વર તળાવ ખાતે પહોંચી હતી અને શોધખોળ તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે તળાવમાંથી હિતેશ ભાટિયાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં અંગત કારણોસર તેમણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે જીવન ટૂંકાવવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને પરિવારજનો તેમજ નજીકના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે સલૂન સંચાલકના પરિવારજનો અને પરિચિતોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Reporter: admin

Related Post