વડોદરા : ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોકભાઇ માળી નામનો ઇસમ તેના ઘર પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં શીકોતર માતાના મંદિર ની બાજુમાં સાંજના સમયે ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે.
જે માહીતી આધારે પો.ઇન્સ.શ્રી એસ.ડી.રાતડા નાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં આ કામના આરોપી અર્જુન અશોકભાઇ માળી નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુધ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે. આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
Reporter: admin