વડોદરા બ્રેકિંગ ન્યૂઝ: અકોટા બ્રિજ પર RCB ફેન્સનો વિજયોત્સવ, IPL 2026 ફાઈનલ બાદ ઉજવણીનો માહોલ

અકોટા બ્રિજ પર યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડીને, નારા લગાવીને અને ડાન્સ કરીને ઉજવણી કરી હતી. “RCB… RCB”ના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘણા ફેન્સે ટીમના ખેલાડીઓના પોસ્ટર અને ધ્વજ લઈને ઉત્સવનો માહોલ વધુ જોરદાર બનાવી દીધો હતો.સ્થાનિક સ્તરે પોલીસ દ્વારા પણ ભીડને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.આ વિજયોત્સવ બાદ શહેરમાં ક્રિકેટનો ઉત્સાહ વધુ તેજ બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ વડોદરાના RCB ફેન્સની ઉજવણીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
Reporter: admin







