News Portal...

Breaking News :

અમેરિકાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલો કર્યો

2024-12-09 12:35:23
અમેરિકાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલો કર્યો


નવી દિલ્હી : સીરિયામાં સત્તા પરિવર્તન બાદ હવે અમેરિકા એક્શનમાં આવ્યું છે. જેમાં અમેરિકાએ સીરિયામાં એર સ્ટ્રાઈક કરી છે. 


સીરિયામાં ઇસ્લામિક બળવાખોરોએ બશર અલ-અસદના શાસનને ઉથલાવી દીધું અને રાજધાની દમાસ્કસ પર નિયંત્રણ મેળવ્યું તે જ દિવસે અમેરિકાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલો કર્યો. રવિવારે બશર અલ-અસદ તેના પરિવાર સાથે દેશ છોડીને રશિયાની રાજધાની મોસ્કો ભાગી ગયા હતા. બળવાખોરો દ્વારા દમાસ્કસ પર કબજો કર્યા પછી સીરિયામાં અસદ પરિવારના પાંચ દાયકાના શાસનનો અંત આવ્યો. 


આ ઘટના બાદ અમેરિકી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે મધ્ય સીરિયામાં 75 હવાઈ હુમલા કર્યા છે.અમેરિકી સેનાએ પોતાના ભીષણ હવાઈ હુમલામાં આતંકી સંગઠન ISISના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. સીરિયામાં આઇએસઆઇએસનો ગઢ હતો. સીરિયાના મુખ્ય વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)નો ચીફ અબુ મોહમ્મદ અલ-જોલાની પણ આઇએસઆઇએસ સાથે સંકળાયેલો હતો. જોકે, બાદમાં HTSએ પોતાને આઇએસઆઇએસથી અલગ કરી લીધું અને તેની વિરુદ્ધ અભિયાન પણ શરૂ કર્યું.

Reporter: admin

Related Post