સુરત: સુરત પોલીસના નવા કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડર નો માહોલ ઉભો થયો છે.
સુરતના ઉધના પોલીસે કોમ્બિગ કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન ડઝનો હથિયાર કબ્જે કર્યા હતા.
કોમ્બિગ પહેલા પોલીસે ત્રણ ભાષામાં એનાઉસમેન્ટ કરાવ્યું હતું.જે લોકોના ઘરમાં હથિયાર હોય તેમને જમા કરાવવા આદેશ કર્યો હતો. પોલીસ તરફથી કોમ્બિંગ હાથ ધરી ગેરકાયદેસર હથિયાર જમા કરવાની સૂચના આપતાં લોકોએ સ્વંયભુ ઘરમાંથી તલવાર, ચપ્પુ, ગુપ્તી કાઢી પોલીસ સમક્ષ જમા કરાવ્યા હતા.
Reporter: News Plus