News Portal...

Breaking News :

દુકાન બહાર કચરો ઠાલવતા બે સ્પોર્ટ્સ સ્ટોર સીલ

2026-09-02 14:04:13
દુકાન બહાર કચરો ઠાલવતા બે સ્પોર્ટ્સ સ્ટોર સીલ

વડોદરા ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13ની કચેરી વિસ્તારમાં આવેલા કોઠી ચાર રસ્તા ખાતે દુકાન બહાર કચરો ઠાલવવાની પ્રવૃત્તિ સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

કોઠી ચાર રસ્તા સ્થિત નિલમ સ્પોર્ટ્સ સ્ટોર અને મેડ 4 સ્પોર્ટ્સ સ્ટોરના દુકાનદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની દુકાનોનો કચરો દુકાનની બહાર ઠાલવવામાં આવતો હોવાની બાબત સામે આવી હતી.

આ મામલે ઉત્તર ઝોનના સહાયક મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13ની સેનેટરી ટીમના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તથા મલ્ટીપર્પઝ વર્કરોની ટીમ દ્વારા બંને દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post