વડોદરા : મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ગાંધીનગર ખાતે હોવાથી કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન દોંગા ના અધ્યક્ષ સ્થાને આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં 30 કામોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્થાયી સમિતિની બેઠકમાં એજન્ડા પરના કામોને મંજૂરી અંગે નિતીન દોંગાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 31 કામ મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે પૈકી 30 કામો ને મંજૂરી આપવામાં આવી છે એક કામ નામંજૂર કરવામાં આવ્યું છે અને 30માંથી એક કામને થોડા ફેરફારથી મંજૂર કરાયો હોવાનું જણાવ્યું હતું.




Reporter: admin