News Portal...

Breaking News :

આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાન ગધેડા વેંચીને રૂપિયા કમાશે

2024-06-14 13:42:38
આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાન ગધેડા વેંચીને રૂપિયા કમાશે


આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન સતત ગધેડાની સખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સરકાર દ્રારા એક વર્ષ અગાઉ ગધેડાની સંખ્યા વધારવા માટે લોકો પાસે અપીલ કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાન સરકારના દ્રારા આ વર્ષના સર્વે મુજબ માત્ર એક વર્ષમાં ગધેડાની સંખ્યામાં ૧ લાખ જેટલો વધારો જોવા મળ્યો છે.


આશરે ૨૩ કરોડની વસ્તી ધરાવતો પાકિસ્તાનમાં આશરે ૮૦ લાખ લોકો પશુપાલનનું કામ કરે છે. માત્ર ગધેડા જ નહિ પરંતુ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા પશુઓમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સરકારે ગયા વર્ષથી જ પશુઓ અને ડેરી ઉત્પાદનોની નિકાસ માટેની મંજુરી આપેલ છે. એવું નથી કે ગધેડાની સંખ્યામાં માત્ર વધારો જ થયો છે તેની ડીમાન્ડ પણ વધુ છે.પાકિસ્તાનમાં સારી નસલ ધરાવતા ગધેડાઓનું વેચાણ લાખો રૂપિયામાં થાય છે.


પાકિસ્તાન સૌથી વધુ ગધેડાનું વેચાણ ચીનમાં કરે છે. જેનાથી લોકોની કમાણી ૪૦% જેટલી વધી છે. તેમજ સરકારી ભંડારમાં ૯ લાખ કરોડથી વધુ મુદ્રા ભેગી થઇ છે. ચીન વિશ્વમાં ગધેડાની આયાતમાં સૌથી આગળ છે જેની જરૂરિયાતનો મોટો હિસ્સો પાકિસ્તાન દ્રારા પૂરો પાડવામાં આવે છે. ચીનમાં પશુઓની ચામડી તથા ચરબીથી દ્રારા દવાઓ બનાવવામાં આવે છે. તથા ચીનમાં ગધેડાનું માસ પણ ખુબ લોકપ્રિય છે.IMF સાથે રાહત પેકેજ વાતચીત સમયે જ પાકિસ્તાન સરકાર દ્રારા પોતાનું બજેટ બહાર પાડવામાં આવ્યું.

Reporter: News Plus

Related Post