News Portal...

Breaking News :

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને મોદી સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત

2026-03-08 12:34:01
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને મોદી સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત


અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે

1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા હેતુ પોલીસ અધિકારી-કર્મીની ટીમ તૈનાત રહેશે. જેમાં 8-DCP, 14-ACP સહિત 27 PI, 91 PSI, 1800 પોલીસકર્મીની ટીમ બંદોબસ્તમાં રહેશે. 

આ સાથે સ્ટેડિયમમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ(BDDS) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટીમ પણ ઉપસ્થિત રહેશે.શંકાસ્પદ ગતિવિધિ અને સુરક્ષાને લઈને સ્ટેડિયમ ખાતે 256 સીસીટીવી કેમેરા અને 102 ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટરથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ, TRB અને હોમગાર્ડ તૈનાત રહેશે. જેમાં 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI ખડેપગે રહેશે.

Reporter: admin

Related Post