દિલ્હી: પોશ વિસ્તાર વસંત કુંજ સાઉથમાં ચોરો એ લાખો રૂપિયાના મોબાઈલ બોરીમાં ભરીને ભાગી ગયા હતા.
મોબાઈલ શોરૂમમાં થયેલી ચોરીની આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે ચોરીની આ ઘટના 24 સપ્ટેમ્બરે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ પોશ વિસ્તારમાં બની હતી. અહીં ત્રણ ચોર એક સાથે મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા હતા. તેના ચહેરા પર રુમાલ બાંધેલો હતો. તેમની આ સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં ત્રણ ચોર મોબાઈલ શોરૂમમાં પ્રવેશતા જોવા મળે છે અને તેઓએ તેમના મોઢા પર રુમાલ બાંધી રાખ્યો હતો. તે પછી ત્રણેય ચોર મોબાઈલ ફોનને બોરીઓમાં ભરવા લાગે છે. અને માત્ર 4 થી 5 મિનિટમાં આખી દુકાન ખાલી કરી નાખે છે.
પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે ક, પહેલા બે બદમાશો મોઢા પર માસ્ક લગાવીને શટર ખોલીને દુકાનમાં પ્રવેશ કરે છે, અને પછી એક બદમાશ કોથળો પકડીને ઊભો રહે છે, જ્યારે બીજો તેના મોબાઈલમાં ભરતો રહે છે. એટલામાં ત્રીજો ચોર પ્રવેશે છે. હવે એક ચોર અંદરના કબાટમાંથી સામાન બહાર કાઢી રહ્યો છે, બીજો તેમાંથી કાઢીને કોથળામાં મૂકે છે અને ત્રીજો કોથળો પકડીને ઊભો છે. જ્યારે પ્રથમ બેગ ભરાય છે, ત્યારે ત્રીજો ચોર બીજી બેગ લાવે છે, અને પછી બીજી બેગમાં મોબાઇલ અને તેની સાથે સંબંધિત વસ્તુઓ ભરવાનું શરૂ કરે છે. ત્રણ ચોરોએ માત્ર 4 થી 5 મિનિટમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું હતું.
Reporter: admin