News Portal...

Breaking News :

વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા 'ડોક્ટર ઓફ મેડિસિન' લખી નહીં શકે

2024-10-24 20:25:52
વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા 'ડોક્ટર ઓફ મેડિસિન' લખી નહીં શકે



અમદાવાદ : ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે M.D. "PHYSICIAN” અથવા 'ડોક્ટર ઓફ મેડિસિન' લખી નહીં શકે. તેમને ફરજિયાત MBBS જ લખવાનું રહેશે. જો નિયમનો ભંગ કરાશે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીના એક્શન લેવાશે.



ભારત દેશ બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક ડોકટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની M.B.B.S. લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. "PHYSICIAN" અથવા Doctor of Medicine લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વીઝીટીંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.


...

Reporter: admin

Related Post