News Portal...

Breaking News :

એક લાખ કિલો સોનું ભારત પરત લાવ્યું

2024-10-24 20:23:44
એક લાખ કિલો સોનું ભારત પરત લાવ્યું



મુંબઈ :  યુનાઇટેડ કિંગડમથી 1,000 ટન એટલે કે એક લાખ કિલો સોનું ભારત સ્વદેશ પરત લાવ્યું છે. આ સોનું ભારતનું હતું, પરંતુ તેને યુ.કે.માં સ્ટોર કરાયું હતું. આ સોનાને ભારત લાવવું એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.
ભારતની આર્થિક સ્થિરતાને બૂસ્ટ કરવા માટે યુકેથી સોનું પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોનું વર્ષોથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. કરન્સીમાં વધ-ઘટ અને ફુગાવા સામે સોનું જ સૌથી સુરક્ષિત છે. સોનામાં વધુ રોકાણ કરીને ભારત તેની આર્થિક મજબૂતીમાં વધારો કરવા માંગે છે. વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ, ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 
1990ના દાયકામાં ભારતનું અર્થતંત્ર નબળું હતું અને તે સમયગાળામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા સોનું ગિરવે મૂકવું પડ્યું હતું. વર્ષ  2024માં આ  સોનાને પરત લાવી શકાયું, તે ભારતમાં પરિવર્તનનો સંકેત છે. એટલું જ નહીં, તે દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતાની પણ નિશાની છે.



એક લાખ કિલો  સોનું યુનાઇટેડ કિંગડમથી લાવવું કોઈ સહેલું કામ ન હતું. આ માટે ઘણું પ્લાનિંગ અને કો-ઓર્ડિનેશન જરૂરી હતું. આ સોનું સુરક્ષિત રીતે ભારત લાવવા માટે સ્પેશિયલ એરક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી હતી, પરંતુ GSTના પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.


મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બૅન્કો સોનામાં વધુ રોકાણ કરે છે. તેનાથી દેશની મિલકતનો સદુપયોગ અને મેનેજમેન્ટ કરવામાં આવે છે. ભારત સરકારના આ પગલાંના કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા અન્ય દેશોને સ્ટોરેજ માટે ચૂકવવા પડતા કરોડો રૂપિયાની બચત થશે. એટલું જ નહીં, આ સોનાનો ઉપયોગ જરૂરિયાતના સમયે પણ કરી શકાશે.
દેશ અને વિદેશના રોકાણકારો માટે આ એક સારા સંકેત છે. ભારતના અર્થતંત્રને કેવી રીતે મેનેજ કરવામાં આવશે.

Reporter: admin

Related Post