વડોદરા : અસ્થાના ધામ મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વડોદરામાં મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

વડોદરાના સમા વિસ્તાર શીતલ પાર્ક સોસાયટી અંબે માતાના મંદિર આવ્યું છે,જોકે માં ભક્તિની શક્તિના ધામમાં ચોરે હાથ ચાલાકી કરી છે,મંદિરમાં આવેલ ચોર માતાજી સામે બે હાથ જોડી પગે લાગતો નજરે પડે છે પણ ચોરની નજર મોકો શોધતી હોય છે અને હળવેકથી ચોરે મંદિરમાં મૂકેલા તાંબાના વાસણ ચોરી કરી હતી, ચોરીને અંજામ આપી ચોર પલાયન થયો હતો.ચોરે તાંબાના બે કળશ પોતાના જેકેટમાં છુપાવ્યા હતા.ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવતા ચોરની વિચિત્ર હરકત કેમેરામાં કેદ થઇ હતી.

Reporter: admin