News Portal...

Breaking News :

કોર્પોરેશન અને સરકારી વિભાગો વચ્ચે સંકલન જ નથી. સિંચાઇ વિભાગે હજું વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ક

2025-03-21 09:48:32
કોર્પોરેશન અને સરકારી વિભાગો વચ્ચે સંકલન જ નથી. સિંચાઇ વિભાગે હજું વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ક


ધારાસભ્ય યોગેશ પટેલે આ મામલે મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા જળ સંચય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી..
શહેરીજનોને પૂરથી બચાવવા માટે કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે 100 દિવસમાં કામગિરી કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે પણ કોર્પોરેશન અને સરકારના અન્ય વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જ ના હોવાથી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ધાર્યું ફળ શહેરીજનોને મળશે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. 


એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટીએ વેમાલી પાસે નદીના પટમાં પૂરાણ કરીને કોઝ વે બનાવી દીધો છે ત્યારે બીજી તરફ શહેરની બહાર પસાર થતી વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાનું કામ સરકારના સિંચાઇ વિભાગે શરુ જ કર્યું નથી. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ મામલે મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા જળ સંચય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીને પહોળી અને ઉંડી કરવાની સાથે સફાઇ કરવાની કામગિરી મુખ્ય છે અને વિશ્વામિત્રી શહેરમાંથી 24 કિમી પસાર થાય છે જ્યારે શહેરની બહારના એરિયામાં 24 કિમીનો પટ્ટો ધરાવે છે. 


શહેરની અંદર નદીની સફાઇ અને પહોળી તથા ઉંડી કરવાની કામગિરી કોર્પોરેશન દ્વારા કરવાની છે પણ શહેર બહારની નદીને ઉંડી તથા પહોળી કરી સફાઇ કરવાની કામગિરી સરકારના સિંચાઇ વિભાગે કરવાની છે પણ હજું પણ સિંચાઇ વિભાગે પોતાની કામગિરી શરુ જ કરી નથી અને તે જોતાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને સફળતા મળશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પાણીપુરવઠા તથા જશસંચય મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગયા વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણીથી ભારે નુકશાનના કારણે મુખ્યમંત્રી વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ તાત્કાલિક મંજૂર કર્યો હતો. સિંચાઇ વિભાગે વડોદરા શહેરની આસપાસના વિસ્તારમાં 24 કિમી 6 ભાગમ  નદીનો ભાગ ઉંડો કરવો અને પહોળો કરવા માટે ટેન્કર કાઢીને કામ શરુ કરવાનું સ્વીકાર્યું હતું પણ હજી સુધી કામ શરુ થયું નથી. ચોમાસાને 90 દિવસ બાકી છે ત્યારે આ કામ તાત્કાલિક શરુ કરવું જરુરી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને તાત્કાલિક આ પ્રોજેક્ટ પુરો કરવા આદેશ આપવા વિનંતી કરી છે.

Reporter: admin

Related Post