આજવા રોડ સયાજીપુરામાં બની ચોરીની ઘટના દીકરીના લગ્ન માટે મૂકવામાં આવેલા દાગીના અને રોકડની ચોરી

મળતી માહિતી મુજબ પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા ગયા હતા. આશરે 13 તોલા દાગીના અને 8 લાખ રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. વહેલી સવારના 5 વાગ્યે 3 શખ્સ બાઈક પર ચોરી કરવા આવ્યા હતા.

ચોરોએ મળીને ગણતરીની મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. સોસાયટીના સીસીટીવીમાં ત્રણેય શખ્સ કેદ થયા.અમિત પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે ચોર ટોળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



Reporter: admin