News Portal...

Breaking News :

માતા એ ઠપકો આપતાં યુવાને આવેશમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો

2025-01-26 15:28:56
માતા એ ઠપકો આપતાં યુવાને આવેશમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો


વડોદરા : માતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા યુવાને આવેશમાં આવીને બેલ્ટ વડે ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષના રવિ સુરેશભાઇ શીગ્વાન કોઇ કામ ધંધો નહીં કરતો હોવાથી તેની માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી લાગી આવતા રવિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ  પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે. 


જ્યારે અન્ય એક  બનાવની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ૩૩ વર્ષના ફુલચંદ ઉરાવેની ગળા ફાંસો ખાધેલી હાલતમાં ભાથુજી મંદિર ગરનાળાથી થોડે દૂર અવાવરુ જગ્યામાં ઝાડ પર લટકતી મળી આવી હતી. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ થઇ હતી. મૃતક મૂળ બિહારનો વતની છે.

Reporter: admin

Related Post