તહેરાન : ધડાકાઓ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે ઈરાન સરકારે નિવેદન બહાર પાડ્યું છે કે તેમના તમામ સરકારી સંસ્થાન શિસ્તબદ્ધ રીતે કામ કરી રહ્યા છે.
ઈરાને દાવો કર્યો છે કે ઈઝરાયેલની હત્યાની સાજીશો નિષ્ફળ રહી છે અને તેઓ યુદ્ધના મેદાન અને કૂટનીતિ એમ બંને મોરચે લડવા માટે એકજૂથ છે.ત્રણ વિમાન વાહક જહાજોની એકસાથે હાજરી અમેરિકા તરફથી ઈરાનને કડક સંદેશ માનવામાં આવે છે, જે કોઈપણ સમયે મોટા હવાઈ હુમલા કે દરિયાઈ નાકાબંધી કરવાની ક્ષમતા ધરાવે છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે કે 'USS જ્યોર્જ એચડબલ્યુ બુશ' હિંદ મહાસાગર પાર કરીને ખાડી તરફ આગળ વધી રહ્યું છે.
આ યુદ્ધ પોતે હુતી વિદ્રોહીઓના ખતરાને કારણે લાંબો રૂટ (કેપ ઓફ ગુડ હોપ) પસંદ કર્યો છે. આ સાથે જ હવે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ શક્તિશાળી બેડા હાજર છે.અમેરિકાએ ઈરાન સામે તેની સૈન્ય તાકાત વધારતા ખાડી વિસ્તારમાં પોતાનું ત્રીજું વિશાળ યુદ્ધપોત તૈનાત કર્યું છે. બીજી તરફ, ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે થયેલા ધડાકાઓએ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે.
Reporter: admin







