News Portal...

Breaking News :

પાવાગઢ ડુંગર ઉતરી રહેલો ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો.

2024-05-03 13:49:16
પાવાગઢ ડુંગર ઉતરી રહેલો ટેમ્પો 100 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો.


પાવાગઢના માચીથી તળેટીમાં નીચે ઉતરી રહેલો એક આઇસર ટેમ્પો બુઢિયા ટ્રેનિંગથી ખીણમાં ખાબકતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હાલોલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.




પાવાગઢ ડુંગર ઉપર ચાલી રહેલા વિકાસના કામ માટે લોખંડના સળિયા ખાલી કરવા ગયેલો ટેમ્પો પરત નીચે તળેટીમાં ઉતરી રહ્યો હતો. તેવું સ્થાનિક લોકો પાઈ થી જાણવા મળ્યું હતું, પરંતુ તપાસ કરતા આ ટેમ્પો મહેસાણાથી શ્રી મહાકાળી મંદિરમાં ઘી ઉતારવા માટે આવ્યો હતો અને ટેમ્પો તેનો મૂળ માલિક પ્રવીણ પોતે ચલાવી રહ્યો હતાો. પ્રવીણભાઈ મંદિરમાં ઘી ખાલી કરીને એમનો આઇસર ટેમ્પો લઈ નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે વળાંક ઉપર બ્રેક ન લાગતા ટેમ્પો સાથે તેઓ 100 ફૂટ ઊંડી ખીણમાં પડ્યા હતા.


ટેમ્પો સાથે 100 ફૂટ નીચે ખીણમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ડ્રાઇવરને સ્થાનિક પાવાગઢથી માચી ફરતી જીપોના ડ્રાઇવરોએ ખીણમાં ઉતરીને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલની મા સર્જીકલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ગંભીર ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકને માથામાં, પગમાં અને મોઢામાં ઇજાઓ પહોંચી હોવાથી કાંઈ બોલી શકતા નથી, પરંતુ તેઓ મંદિરનું ઘી લઈ ખાલી કરવા મહેસાણાથી આવ્યા હોવાનું જણાવ્યું છે.

Reporter: News Plus

Related Post