News Portal...

Breaking News :

રાજ્ય સરકારના લેન્ડ રેકેર્ડ્ઝ કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી

2024-07-22 15:02:35
રાજ્ય સરકારના લેન્ડ રેકેર્ડ્ઝ કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી


છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો


ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતાં કર્મચારીઓએ તા.22 થી 31જુલાઇ સુધી પેન ડાઉન કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારીઓની ગત 10મી ફેબ્રુઆરી,2024 ના રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલ હતી અને તેમાં  વર્ગ-૩ કર્મચારીઓના પડતર પ્રશ્નો નિકાલ કરવા બાબતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ હતો અને આ બાબને અધિક મુખ્ય સચિવ, મહેસુલ અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, (ગુ.રા.) ગાંધીનગરને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં આજદિન સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બામને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. 


ખાસ કરીને ગ્રેડ પેની વિસંગતતા છે જેમાં કર્મચારીઓ ને ₹4400 ના બદલે ₹2800 જ ચૂકવવામાં આવે છે તથા અહીંના સર્વેયરને બહાર દ્વારકા, જામનગર વિગેરે જગ્યાએ મોકલવામાં તો આવે છે પરંતુ તેઓને કોઇપણ પ્રકારના ભથ્થા આપવામાં નથી આવતા. આ સાથે કર્મચારીઓના અન્ય પણ પડતર પ્રશ્નો છે જે બે વર્ષની રજૂઆત છતાં સરકાર ધ્યાન પર લેતી નથી અને નિરાકરણ લાવતી નથી જેથી કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી તા. 22 મી જુલાઇ થી 31મી જુલાઇ સુધી પેન ડાઉન (કામગીરીથી અળગા) રહેવાનું નક્કી કરી સરકાર સામે એલાન કર્યુ છે.

Reporter: admin

Related Post