વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં જાનકી ડુપ્લેક્સ અને રેવા પાર્ક વચ્ચે આવેલા સરકારી પ્લોટમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે.

સરકારી પ્લોટમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા એક વ્યક્તિનું ગતરોજ નિધન થતાં પરિવારજનો દ્વારા ઘટના સ્થળે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, મૃતકના પરિવારમાં કોઈ અન્ય સભ્ય ન હતો તેમજ આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવાની કે અંતિમવિધિ કરવાની કોઈ સગવડ ઉપલબ્ધ નહોતી.

પરિણામે પત્નીએ મજબૂરીમાં ઝૂંપડાની નજીક જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, “અમારી પાસે કોઈ સગવડ નથી અને પરિવારમાં પણ કોઈ નથી. મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું.ઘટનાની જાણ સ્થાનિકોએ પાણીગેટ પોલીસ સ્ટેશનને કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin







