વડોદરા : વાડી પોલીસે ચોખંડી વિસ્તારમાં આવેલી નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું , જેમાં પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર પોલીસે કબજે કર્યો છે.

ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાઇકોર્ટના નિર્દેશ અનુસાર વડોદરાની વાડી પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતા કાચના પાવડર સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરામાં પતંગની દોરી બાંધવા માટેનો પ્રતિબંધિત કાચનો પાવડરનો જથ્થો વેચાણ સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકી તે અંગે જાહેરનામું નામદાર.કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેના આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ સરકારને આપી હતી.

ત્યારે વડોદરા શહેરની વાડી પોલીસ મથકની ટીમ ચોખંડી ખાતે નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પતંગ ચગાવવા માટેની દોરી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિબંધિત કાચનું વેચાણ કરતા મળી આવ્યા હતા. જાહેરનામાનો ભંગ બદલ વાડી પોલીસે મિતુલ રંગવાલાની ધરપકડ કરી હતી તેમજ પ્રતિબંધિત પતંગની દોરીમાં જવા ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર અંદાજીત 35 કિલો જેટલો કબજે કરી તેના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Reporter: admin