વડોદરા : રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેક રીતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે આમ સમાજ દ્વારા અને તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

150 થી વધુ લોકો આ આયોજનનો લાભ લીધો હતો. શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ઇલેક્શન વોર્ડ નં 14 ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સરકારી યોજનાઓના લાભ માટેના કેમ્પનો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલના હસ્તે કરવામાં આવ્યો હતો.શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.14 ના નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ,આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરો ની મહેનતથી આયોજન કરવામાં આવ્યું છે

ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદહસ્તે આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ સહિતના વિવિધ યોજનાઓનુ શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં દોઢસોથી વધુ લોકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય એવા બાલકૃષ્ણ શુકલે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો સુવિધાસભર લાભ લેવા અપીલ કરી હતી.








Reporter: admin