News Portal...

Breaking News :

સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ભાગરૂપે ફિલાટેલિક એક્ઝિબિશન

2025-01-11 14:20:34
સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ભાગરૂપે ફિલાટેલિક એક્ઝિબિશન


વડોદરા : બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય બે દિવસીય તારીખ 11 અને 12 જાન્યુઆરી 2025 બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ભાગરૂપે ફિલાટેલિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જે અંગેની પત્રકાર પરિષદ આજરોજ ઉજવવામાં આવી હતી. 


બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય થી 27 એપ્રિલ 1975 ના રોજ બરોડા ફિલાટેલિક સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.બરોડા ફિલાટેલિક સોસાયટી ગુજરાત રાજ્યની સૌથી જૂની અને સૌથી સક્રિય ફિલાટેલિક સોસાયટીઓમાંની એક છે.આ વર્ષે અમે અમારા સોસાયટીની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી સોસાયટીના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે અમે આ 'વડોફિલેક્સ-2025' ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કર્યું છે.


૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, વડોદરા પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશ કુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડૉ. એસ. શિવરામ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં થીમેટિક સ્ટેમ્પ્સ, બરોડા રાજ્યની હુંડીઓ, પોસ્ટલ સ્ટેશનરી, પોસ્ટલ ઇતિહાસ, રદ કરાયેલા સ્ટેમ્પ્સ અને સ્વતંત્રતા પૂર્વેના સ્ટેમ્પ્સનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.આ પ્રદર્શનમાં સ્પર્ધાત્મક વર્ગ અને આમંત્રિત વર્ગ સહિત ૧૦૦ ફ્રેમ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ૧૧ જાન્યુઆરી અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.ટપાલ ટિકિટો, ફિલાટેલિક સામગ્રી અને માય સ્ટેમ્પ્સ બરોડા ફિલાટેલિક બ્યુરોના ફિલાટેલિક કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે.

Reporter: admin

Related Post