News Portal...

Breaking News :

ભાજપમાં એક વ્યક્તિ એક પદનો ફુગ્ગો ફૂટ્યો

2026-05-10 11:13:18
ભાજપમાં એક વ્યક્તિ એક પદનો ફુગ્ગો ફૂટ્યો


મહિલા કાર્યકરોએ જાહેરમાં વિરોધ કરી સંગઠનને લલકાર આપી
પાયાનાં કાર્યકરોમાં સળવળાટ સાથેનો ઉકળાટ
સંગઠન PMનાં સ્વાગતમાં અટવાયું. મહિલા કાર્યકરોનો વધી રહેલો ઉકળા
નમો કમલમમાં ‘ડબલ એન્જિન’નો ખેલ: કાર્યકરો લાઈનમાં,નેતાઓ બે-બે પદમાં વ્યસ્ત
ભાજપમાં ‘એક વ્યક્તિ-એક પદ’નો ફુગ્ગો ફૂટ્યો: નમો કમલમમાં ડબલ પદધારકો સામે મહિલા મોર્ચાનો બળવો!
વર્ષોથી પરસેવો વહાવનારા કાર્યકરો સાઇડલાઇન, પસંદગીનાં ચહેરાઓને વધારાનાં પદનો પ્રસાદ; મોદીનાં આગમન પહેલાં જ સંગઠનમાં ઉકળાટ


કોર્પોરેટર બન્યા પછી પણ સંગઠનનાં હોદ્દા ન છોડતા નેતાઓ સામે રોષ; “ભાજપમાં હવે કાર્યકર નહીં, માત્ર ‘ફેવરિટ ક્લબ’ ચાલે છે” એવી ચર્ચા ગરમાઈ

પસંદગીના ચહેરાઓને ‘બે-બે પદ’નો પ્રસાદ અને જૂના કાર્યકરોની અવગણના થતી હોવાના આક્ષેપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૧મી મેના રોજ વડોદરા આવી રહ્યા છે, ત્યારે સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે જ શહેર ભાજપના શિસ્તબદ્ધ ગણાતા માળખામાં ભડકો થયો છે. ગઈ કાલે શહેર ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે આયોજિત મહિલા મોર્ચાની બેઠકમાં વર્ષોથી પાયાનું કામ કરતી મહિલા કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો. પદ અને ટિકિટ વિતરણમાં થતા અન્યાયનાં મુદ્દે મહિલાઓએ રમેશ પટેલને ઘેરી લેતા વાતાવરણ ગરમાયું હતું.શહેર ભાજપમાં લાંબા સમયથી ગણગણાટ હતો કે અનેક હોદ્દેદારો કોર્પોરેટર બની ગયા હોવા છતાં સંગઠનનાં પદ છોડવા તૈયાર નથી. બેઠકમાં આ મુદ્દો ઉગ્ર રીતે ઉછળ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, જો રાજીનામું આપ્યું હોય તો સંગઠને તેની વિધિવત જાહેરાત કરવી જોઈએ, અને જો રાજીનામું આપ્યું ન હોય તો અન્ય કાર્યકરોને તક કેમ આપવામાં આવતી નથી?



 બે પદ ભોગવતા કોર્પોરેટર હોદ્દેદારોની યાદી



નિમિષા પંચાલ વોર્ડ નંબર ૧૯ના કોર્પોરેટર છે અને શહેર ઉપપ્રમુખ પણ છે. વોર્ડ ૨ના કોર્પોરેટર વર્ષા વ્યાસ શહેર મંત્રી છે, જ્યારે વોર્ડ ૧૨ના કોર્પોરેટર સમીર વાઘેલા પણ શહેર મંત્રી છે. વોર્ડ ૧૧ના કોર્પોરેટર અર્ચના પટેલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય છે. વોર્ડ ૧૭ના કોર્પોરેટર કોકિલા પવાર શહેર મહિલા મોર્ચાના ઉપપ્રમુખ છે અને વોર્ડ ૧ના કોર્પોરેટર ભુરસિંગભાઈ રાઠવા ઉપપ્રમુખ છે. વોર્ડ ૧૦નાં કોર્પોરેટર મમતા વ્યાસ શહેર મહિલા મોર્ચામાં મહામંત્રી પદ પર યથાવત હોવાથી મહિલા મોર્ચામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.


જૂનાં કાર્યકરોની અવગણના
ભાજપના કાર્યકરોમાં રોષ છે કે અમારા જેવા જૂના કાર્યકરોને માત્ર શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જ રાખવામાં આવે છે? નવા ચહેરાઓને સીધી ટિકિટ આપી દેવામાં આવે છે, જ્યારે લોહી-પરસેવો વહાવનારા કાર્યકરોની અવગણના થાય છે. કાર્યકરોમાં ચર્ચા છે કે ભાજપમાં ‘એક વ્યક્તિ-એક પદ’નો સિદ્ધાંત માત્ર કાગળ પર જ રહી ગયો છે. શું પ્રમુખ કે મહામંત્રીઓ આ બાબતે મૌન તોડશે?

Reporter: admin

Related Post