મુંબઈ : 2025નું વર્ષ પૂરું થવાને હવે બસ ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આખી દુનિયા 31મી ડિસેમ્બરના રાતે 12ના ટકોરે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત થઈ જાય છે.
એવું નથી કે દુનિયામાં તમામ જગ્યાએ એક સાથે નવું વર્ષ શરૂ થાય છે. કેટલાક એવા દેશ પણ છે કે જ્યાં દુનિયામાં સૌથી પહેલાં નવું વર્ષ શરૂ થાય છે. ભારતમાં જ્યાં બપોર હોય છે ત્યાં જ આ દેશમાં નવું વર્ષ શરૂ થઈ જાય છે. ચાલો તમને જણાવીએ કયો છે આ દેશ?દુનિયામાં સમયના અલગ-અલગ ઝોન (Time Zones) હોવાને કારણે નવા વર્ષની શરૂઆત દરેક જગ્યાએ એક સાથે થતી નથી. ભૌગોલિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય તારીખ રેખા (International Date Line) ને આધારે નવું વર્ષ સૌથી પહેલા પેસિફિક મહાસાગરના ટાપુઓ પર આવે છે.દુનિયામાં નવા વર્ષનું સૌથી પહેલું સ્વાગત કિરીબાતી (Kiribati) નામના દેશમાં થાય છે.
કિરીબાતીના ‘લાઇન આઇલેન્ડ્સ’ (Line Islands), જેમાં ખાસ કરીને ક્રિસમસ આઇલેન્ડ (Kiritimati) નો સમાવેશ થાય છે, ત્યાં સૌથી પહેલા મધ્યરાત્રિના 12 વાગે છે. ભારત સાથે સમયનો તફાવતની વાત કરીએ જ્યારે ભારતમાં 31મી ડિસેમ્બરના બપોરના 3.30 વાગ્યા હોય છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થઈ ગયું હોય છે. એટલે કે, તેઓ આપણા કરતા 8.30 આગળ છે.આનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ ડેટ લાઇન (IDL) છે. આ એક કાલ્પનિક રેખા છે જે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને પૃથ્વી પર તારીખ અને સમય નક્કી કરે છે. કિરીબાતી આ રેખાની એકદમ પૂર્વમાં આવેલું છે. 1995 પહેલા કિરીબાતી બે અલગ-અલગ તારીખ ઝોનમાં વહેંચાયેલું હતું, પરંતુ વહીવટી સરળતા માટે સરકારે ડેટ લાઇનને પૂર્વ તરફ ધકેલી દીધી, જેનાથી તે દુનિયાનો સૌથી પહેલો સમય ઝોન (UTC+14) ધરાવતો દેશ બની ગયો.
Reporter: admin







