News Portal...

Breaking News :

બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ કિશોરીએ ઝેરી દવા પીધી

2025-01-03 17:06:06
બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ કિશોરીએ ઝેરી દવા પીધી


વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના એક ગામમાં રહેતી સગીર કન્યાએ ૯ દિવસ પહેલા પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી લાગી આવતા ઝેરી દવા પીધી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર કવાટ તાલુકાના અંતરિયાળ ગામમાં રહેતી ૧૭ વર્ષની કમુબેન (નામ બદલ્યું છે) ને ગામના કમલેશ (નામ બદલ્યું છે) સાથે મિત્રતા બંધાઈ હતી. બંને એકબીજાને મળતા હતા. નવ દિવસ પહેલા કમુબેન અને કમલેશ મળ્યા હતા. ત્યારે બંનેએ આવેશમાં આવી જઈ પરસ્પરની મંજૂરીથી દેહસબંધ બાંધ્યો હતો. બાદ ૩૦મી તારીખે કમુબેન પોતાના ઘરે હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. તેથી વોમીટ થવા માંડતા પ્રથમ કબાટ ત્યારબાદ બોડેલી અને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણે પોતાની કે ફિયત આપતા કવાટ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


સયાજીપુરામાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ પર સયાજી મપુરા ફૂટ માર્કેટ નજીક રહેતા ૨૧ વર્ષના રાજકુમારી દામોદર પાસવાન પોતાના ઘરે હતા ત્યારે ગત રાત્રે એક વાગ્યે કોઈ કારણસર ઝેરી દવા લીધી હતી તેથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post