પરમ પૂજ્ય ગુરુદેવ, પરમવંદનીય માતાજીની અસીમ કૃપાથી તેમજ તેમના દિવ્ય આશીર્વાદથી તારીખ ૧૫-૩-૨૬ ના રોજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કળશ પૂજન, ગુરુપૂજન અન્ય વિશેષ અતિથિ ઓ આદરણીય રંજનભાઈ જોષી , આદરણીય શનિભાઈ સ્વામી આદરણીય રાકેશભાઈ એમ પટેલ આદરણીય ડોક્ટર નિરજભાઈ શાહ, આદરણીય જનકભાઈ પટેલ આદરણીય અરુણસિંહ પૂવાર આદરણીય ધીરેનભાઈ એન પરમાર આદરણીય વિશાલભાઈ ડી ગોહિલ આદરણીય વિગેરેના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃશક્તિની જન્મ શતાબ્દી, અખંડ દીપકની શતાબ્દી તેમજ પરમ પૂજ્ય ગુરુદેવની પ્રખર સાધનાની શતાબ્દી અંતર્ગત ઉજવણીના ભાગરૂપે વસંત પંચમીથી હોળી સુધીના ૪૦ દિવસનું અનુષ્ઠાન કરવાનો વિશેષ સંકલ્પ ઘણા બધા પરિજનભાઈ બહેનોએ લીધો હતો. તેની પૂર્ણાહુતિના ભાગરૂપે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સામૂહિક પૂર્ણાહિતીનો કાર્યક્રમ સંપન્ન કર્યો.

યજ્ઞનું સંચાલન પ્રજ્ઞા પુત્રી આદરણીય મીનાક્ષીબેન કાબરીયાએ અને તેમની સંગીત ટોળી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે બધા જ કુંડ ઉપર યુવાન દંપતિઓની ઉપસ્થિતિ વધારે હતી. સાધકોએ વિશેષ હાજરી આપી. ૫૦૦ થી વધારે પરિજનો એ આનો લાભ લીધો હતો ૧૫ જેટલી બહેનોએ ગર્ભ સંસ્કાર કરાવ્યા હતા. વ્યાસપીઠ પરથી તેઓને નવ માસ સુધી કેવું જીવન જીવવું તેની પૂર્ણ માહિતી આપી હતી. આદરણીય ડોક્ટર નીરજભાઈએ પોતાની પ્રખર વાળી થી યુવાનોને સાધનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યજ્ઞમાં ૧૦૮ ગાયત્રી મહામંત્રની આહુતિ સમર્પિત કરી હતી. ખૂબ જ દિવ્ય અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થયું હતું સદર કાર્યક્રમનું આયોજન આદરણીય અનિલભાઈ રાવલ અને તેમની સુભાનપુરા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.





Reporter:







