શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફીકને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું..
સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી..
મોહરમ પર્વના પ્રસંગે આયોજકો ડીજે ઓપરેટર અને સંચાલકો સહિત આગેવાનો સાથે વડોદરા શહેરની ગોરવા અને જવાહર નગર પોલીસ મથક ની ટીમ એ શાંતિ સમિતિની બેઠક યોજતી હતી આ બેઠકની અંદર ગોરવા અને જવાહર નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તાજીયા ના જે આયોજકો છે ડીજે ઓપરેટર સંચાલકો અને મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા મહોરમના પર્વને શાંતિપૂર્વક રીતે ઉજવવા અને કોઈપણ પ્રકારની ગેર વ્યવસ્થા ન થાય અણબનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓનો અમલ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ગોરવા,જવાહરનગર પોલીસ મથકે યોજાયેલ શાંતિ સમિતિની બેઠક અંગે ઝોન-૧” ડી.સી.પી. જે.સી.કોઠીયા તેમજ “બી” ડીવિઝનના એ.સી.પી.આર.ડી.કવાએ માર્ગદર્શન આપ્યું હતું.
મહોરમ પર્વને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા રોડ રસ્તા ને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં મહોરમ પર્વના દિવસે એટલે કે તારીખ 17 જુલાઈના રોજ પાણીગેટ દરવાજા થી માંડવી સુધી રોડની બંને બાજુ ઉપરાંત નાની માર્કેટથી ચોખંડી ચાર રસ્તા ગેન્ડીકેટ દરવાજા થઈ માંડવી સુધી રોડની બંને બાજુ કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા થઈ ચાંપાને દરવાજા અને માંડવી સુધી રોડની બંને બાજુ તરફ સલાટ વાળા નાગરવાડા ચાર રસ્તા કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા ભૂતડી જાપાને પાંજરીગર મહોલ્લા થઈને ફતેપુરા ચાર રસ્તા ના રોડની બંને તરફ અન્યા કુલ ચાર રસ્તા સરસીયા તળાવ થઈને ઠેકા સ્મશાન સુધી રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. શહેરમાં પ્રવેશતા વાહનો અને વિસ્તારમાં પસાર થતા વાહનો માટે પણ પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે જેમાં મહાવીર હોલ પાણીગેટ પોલીસ સ્ટેશન તરફ કોઈપણ વાહન ચાલક જઈ શકશે નહીં. કાના વાહન ચાલકોએ મહાવીર હોલ ચાર રસ્તા થી ગઢડા માર્કેટ ચારસતા થઈને ઉમા ચાર રસ્તા કલાદર્શન ચાર રસ્તા તરફથી જઈ શકાશે ઉપરાંત કિશનવાડી ચાર રસ્તા આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તા સ્વામિનારાયણ ત્રણ રસ્તા અને ગાજરવાળી પાણીની ટાંકીના ચાર રસ્તા નો ઉપયોગ પણ વાહન ચાલકો કરી શકશે તે જ પ્રમાણે અજબડી મિલ સરસીયા તળાવ ઠેકરનાથ સ્મશાન જુના તાલુકા પોલીસ સ્ટેશન,નાની છિપ વાડ,ચાંપાનેર દરવાજા અને ગોપાલ ડેરી તરફ નો રસ્તો વાહન ચાલકો વાપરી શકશે નહીં . આ રસ્તો પણ વાહન ચાલકો માટે બંધ રહેશે. આ વિસ્તાર માટે અજબડી મિલ થી છોટે મસ્તાન ત્રણ રસ્તોનો ઉપયોગ કરી શકાશે. ડભોઇ ત્રણ રસ્તાથી.માંડવી તરફ જતા રસ્તા અંગે ટ્રાફીક ડાયવર્ઝનની વાત કરીએ તો ડભોઇ રોડ,અપ્સરા ટોકીઝ,નાની શાકભાજી માર્કેટ વાળા રસ્તાની જગ્યાએ પ્રતાપનગર ઓવર બ્રિજ તરફથી વાહન ચાલકોને જવું પડશે.માર્કેટ ચાર રસ્તા,નહેરુભવન,જયરત્ન બિલ્ડીંગ તરફનો રોડ બંધ રહેશે એની સામે રાજમહેલગેટથી મોતીબાગ તોપ, લાલબાગ થઈ જેલ રોડ તરફ જઈ શકાશે. કોઠી ચાર રસ્તાથી રાવપુરા તરફ જતા વાહન ચાલકોએ આરાધના સિનેમા તરફથી ખાસવાડી સ્મશાન તરફનો રસ્તો જીવન ભારતી શાળા બાજુએથી જઈ શકાશે. નાગરવાડા રોડ,કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફના રોડની જગ્યાએ સલાટવાળા ત્રણ રસ્તાથી ફુલબારી નાકા તરફ જઈ શકાશે. મોહરમ પર્વને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો પણ તેનો અમલ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
Reporter: admin