News Portal...

Breaking News :

અક્ષર ચોક મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર લોન અપાવવાની લાલચે ઠગાઈ

2024-08-05 17:12:40
અક્ષર ચોક મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર લોન અપાવવાની લાલચે ઠગાઈ


વડોદરા શહેરના અક્ષર ચોક સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી હતી. ભોગ બનનારનો ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો


લોભ હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. ઠગ લોકો અવનવા પેત્રા લઈને લોકોને છેતરતા હોય છે.રાજ્ય સહીત શહેરોમા ઠેર-ઠેર ઠગાઈના બનાવો બનતા હોય છે. પોલીસ દ્વારા અપીલ, જાગૃતા જાહેરાતો દ્વારા પણ લોકોને ચેતવણી આપતા હોય છે છતાં કોઈ ને કોઈ ભોગ બનતા હોય છે આવુજ કઈ અક્ષર ચોક ખાતે આવેલ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી.આ બાબતે ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફીસ ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના વ્યક્તિએ 20 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી.અગાઉ પણ ભોગ બનનારાઓએ પોલીસ મથકે ફરિયાદ આપી હતી છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતા સોમવારે અક્ષર ચોક પાસે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફીસ ખાતે લોકો પહોંચ્યા હતા.ઓફિસમા કોઈ હાજર ન હોતા ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફીસ ખોલી છે. 


જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી. અને વાઘોડિયા ચોકડી પાસે આવેલી જાસમીન મોબાઈલ શોપમાં લઈ જતો હતો. જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે. ઘણા લોકોની મોબાઇલની ,ઘરની પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, 20 થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજીવ વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકાર નો વાઇસ પ્રેસિડન્ટ તેમજ પોલીસ મિત્ર ન્યૂસ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે. હાલ તો સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે આ સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી માટે ભોગ બનનારા લોકો મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી મીડિયા સમક્ષ ન્યાય અપાવવા માંગણી કરી હતી.

Reporter:

Related Post