News Portal...

Breaking News :

પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું

2026-05-06 15:29:40
પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું

 આજે ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ પર વન વોર્ડ વન રોડ સંદર્ભે મેગા સ્વચ્છતા અભિયાન હાથધરવામાં આવ્યું હતું. 

જેમાં મ્યુ.કમિશ્નર સહિત પાલિકાના તમામ અધિકારીઓ જોડાયા હતા. સરદાર ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સહિત વિવિઆઇપીઓનું શહેરમાં આગમન થનાર છે. ત્યારે, પાલિકાએ હાથ ધરેલી મુહિમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂર્વ ઝોન વિસ્તારમાં વન વોર્ડ-વન રોડ સંદર્ભે આજે મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગદાસર્કલથી ગોલ્ડન ચોકડી સુધી સફાઈ કરવામાં આવી હતી. જેમાં મ્યુ.કમિશ્નર અરુણ મહેશ બાબુ, અધિકારીઓ સાથે સ્કૂલના ફ્રન્ટ લાઈન વોરિયર્સ તેમજ સ્થાનિકો પણ જોડાયા હતા. પાલિકા દ્વારા તમામ ઝોનમાં વન વોર્ડ વન રોડ સંદર્ભે સ્વચ્છતા અભિયાન યોજી લોકોને પણ સ્વચ્છતા જાળવવા અને વડોદરાને સ્વચ્છ સુંદર અને હરિયાળુ બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post