બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની 85મી વાર્ષિક સામાન્ય સભા (AGM) હરીફ જૂથો વચ્ચેના ઘર્ષણ અને હોબાળા વચ્ચે સંપન્ન થઈ. AGM માં મુખ્યત્વે બે જૂથો વચ્ચેની ખેંચતાણ જોવા મળી હતી.

એક તરફ પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડનું જૂથ અને બીજી તરફ દર્શન બેંકર અને તેમનું જૂથ. આ ઉપરાંત, 'સત્યમેવ જયતે' નામના ત્રીજા જૂથે પણ હોબાળો મચાવ્યો હતો.AGM શરૂ થતાં જ 'સત્યમેવ જયતે' જૂથ દ્વારા જોરદાર હોબાળો મચાવવામાં આવ્યો હતો.જ્યારે AGM માં એકાઉન્ટ્સ (હિસાબો) વિશેની ચર્ચા શરૂ થઈ, ત્યારે અંદર ચાલી રહેલા ઘર્ષણનો અવાજ બહાર સુધી સંભળાયો, જે દર્શાવે છે કે હિસાબો પર સખત વિવાદ થયો હતો. 'સત્યમેવ જયતે' જૂથે BCA ના એકાઉન્ટ્સમાં છેડછાડ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.વિરોધ છતાં, પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોના જોરે તમામ એજન્ડા પસાર કરવામાં સફળ રહ્યું.. આઈજીએમમાં પૂર્વ bcci વાઇસ પ્રેસિડેન્ટ ચિરાયુ અમીન,, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, પ્રણવ અમીન, શીતલ મેહતા, અજિત લેલે, જ્યારે બીજી બાજુ દર્શન બેંકર જતીન વકીલ કૌશિક ભટ્ટ સત્યમેવ જયતે ગ્રુપના મેંબર ઉપસ્થિતિ રહ્યા હતા...

સમરજીતસિંહ ગાયકવાડની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી.સત્ય વાત તો એ છે કે પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ BCA દ્વારા કરવામાં આવેલા મહત્વના કાર્યોને પ્રકાશિત કરવામાં આવ્યા છે.વડોદરાને પ્રણવ અમીનની અધ્યક્ષતામાં કોટંબી સ્ટેડિયમ મળ્યું.આ સ્ટેડિયમ મળ્યા બાદ જ વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરો રમીને ગયા.સ્ટેડિયમ પાછળ થયેલો ખર્ચ માત્ર મુખ્ય સ્ટેડિયમ માટે જ નહીં, પરંતુ ત્યાં અન્ય બે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે..મહત્વની વાત એ છે કે, જે બે જૂથો અગાઉ સામસામે ચૂંટણી લડતા હતા, તે બંને જૂથો એક થઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયા બંધ થઈ, જેના કારણે છેલ્લા બે ટર્મથી પ્રણવ અમીન BCA ની કમાન સંભાળી રહ્યા છે.હવે ભલે 'સત્યમેવ જયતે' નામે ત્રીજું જૂથ ઊભું થયું હોય અને હોબાળો મચાવ્યો હોય, પરંતુ આજની AGM ની પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથનો પકડ મજબૂત છે.જો આવતીકાલે ચૂંટણી યોજાય તો, પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથનો એકતરફી વિજય થાય તેવી શક્યતા જણાય છે




Reporter: admin







