ગાંધીનગરઃ ભારતભરમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક્ક માટે ભાવિ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા છે.
જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માગણી સાથે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જોકે તેમની અટકાયત કરવામાં આવી છે.વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યુ કે, રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, જેમાં TAT HSની ચાર હજાર જગ્યાઓની ભરતી માટે 1લી સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી.
આંદોલન કરતા ઉમેદવારોના જણાવ્યા અનુસાર અમે 18મી જૂને રજૂઆત કરવા આવ્યાં હતા, ત્યારે અમને સચિવાલયમાં રજૂઆત કરવા જવા દીધા ન હતા. જે બાદ ઋષિકેશ પટેલે એવુ કહ્યું હતું કે, અમે જલ્દી જ નોટીફિકેશન બહાર પાડશું અને 24,700ની ભરતી બહાર પાડીશું. ત્યારે 1લી સપ્ટેમ્બરની વાત કહેવામાં આવી હતી. આજે 5મી સપ્ટેમ્બર છે. 4થી તારીખ સુધી અમે રાહ જોઈ પણ કોઈ નોટીફિકેશન આવ્યું નહી. જેથી આજે અમે મુખ્યપ્રધાનને રજૂઆત કરવા આવ્યાં છીએ.
Reporter: admin