કોબે, જાપાન ખાતે 11 થી 14 ઑક્ટોબર 2025 દરમિયાન આયોજિત “ઈન્ડિયા મેલા 2025” માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંતરરાષ્ટ્રીય બાબતોના કાર્યાલય (Office of International Affairs - OIA) દ્વારા, હ્યોગો યુનિવર્સિટી, જાપાનના સહયોગથી, કોબે, જાપાન ખાતે 11 થી 14 ઑક્ટોબર 2025 દરમિયાન યોજાનાર “ઈન્ડિયા મેલા 2025”માં યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે।
આ પ્રતિનિધિમંડળનું સંકલન OIA ની ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. વનિષા નામ્બિયાર દ્વારા કરવામાં આવશે. ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તરફથી ભાગ લેનાર પ્રતિનિધિઓમાં –
• ડૉ. રાજેશ કેલકર, અધ્યક્ષ, ગાયન વિભાગ
• ડૉ. વિશ્વાસ સંત, અધ્યક્ષ, વાદ્ય વિભાગ
• ડૉ. ચિરાગ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, તબલા
• ડૉ. પ્રીતિ સાઠે દામલે, આસિસ્ટન્ટ પ્રોફેસર, કથ્થક (નૃત્ય)
• જનક જાસકિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગાયન
• નિર્મલ ડાભી, વિદ્યાર્થી, કીબોર્ડ

આ ટીમ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જાપાનમાં પ્રદર્શન કરશે અને ભારત–જાપાન સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે।ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના મંતવ્ય: “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હંમેશાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિનિધિ રહી છે. ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ‘ઈન્ડિયા મેલા 2025’ માં ભાગ લઈ રહી છે તે અમારે માટે ગૌરવની બાબત છે. હું સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવું છું કે તેઓ ભારતીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતનું સન્માન વધારશે।”વાઇસ ચાન્સેલર પ્રો. ભાલચંદ્ર ભણગેના મંતવ્ય: “ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની આ ભાગીદારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વૈશ્વિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આપણા કલાકારો જાપાનમાં ભારતની સુગંધ, સ્વર અને લયનું પ્રતિનિધિત્વ કરે તે દરેક માટે ગર્વની વાત છે. હું પ્રતિનિધિમંડળને ખૂબ શુભેચ્છા પાઠવું છું.”



Reporter: admin







